Wednesday, 1 April 2026

ક્રમ..1

એતો વિરહ મનડા ની વાત હતી,
બાકી અહી ક્યાં કોઈ દી રાત હતી,
માગ્યો તો ભવ ભવ નો સંગાથ,
એ પણ પેલેથી જ કોઈ ની સંગાથ હતી.
મળ્યું છે તિમિર મને પૂનમ ની રાતે.
બાકી અમાસ ની નિશા યે કાયમ  જગમગતી હતી,
તું અને તારા સમાણા ને ઓઢી હું ફરું કાયમ 
બાકી આપડી મરજી ની ક્યાં કોઈ હસતી હતી,
રવિ નું રોજ ઊગવું ને અઠામાવું.
પણ તારી યાદો ની ક્યાં કોઈ સીમા હતી,
તારી પ્રીત ના ઓસડ થી છે આ આયખું,
આ સઘળી દુનિયામાં મારી ક્યાં કોઈ હસ્તી હતી
એતો વિરહ મનડા ની વાત હતી,
નહિ અહી ક્યાં કોઈ દી રાત હતી,

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹.

ક્રમ 2

1...
તારા વિચારો માં એક સુંદર કવિતા રચાઈ ગઈ..
જાણે કાળજાળ ગરમી માં ઠંડક ની હેલી રચાઈ ગઈ...
અમે તો નહોતા કવિ પણ 
અમારા થી એક કવિતા રચાઈ ગઈ 😀
એવી કવિતા રચાઈ કે જાણે મહેકતા ફુલો ની સુગંધ ચોતરફ ફેલાઈ ગઈ 🌹
અમારા થી એવી સુંદર કવિતા રચાઈ ગઈ....
વરસતા વરસાદમાં એવાં તો ભીજાયા જાણે માટી ની સુગંધ રોમ રોમમાં ફેલાઈ ગઈ 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

#joy

ક્રમ 3

તું છે ને હું છું... હું છું ને તું છે...
તારા માટે હું ખાસ છું..
પણ ક્યાં તારી પાસ છું.... 😀

ક્રમ..1

એતો વિરહ મનડા ની વાત હતી, બાકી અહી ક્યાં કોઈ દી રાત હતી, માગ્યો તો ભવ ભવ નો સંગાથ, એ પણ પેલેથી જ કોઈ ની સંગાથ હતી. મળ્યું છે તિમિર મને પૂનમ ...